Free Meal Service

COVID Hospital: ગ્રામસેવા ટ્રસ્ટ ખારેલ દ્રારા ૧૬ બેડની કોવિડ હોસ્પિટલ ત્રીજી મેં થી કાર્યરત થશે.

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં દિન પ્રતિદિન કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ખારેલ અને આજુબાજુ ના વિસ્તારના લોકો માટે તમામ પ્રકારની તબીબી સુવિધા માટે આશીર્વાદરૂપ ગણાતી ગ્રામ સેવા ટ્રસ્ટ સંચાલિત ખારેલ ખાતેની હોસ્પિટલ માં સોમવાર તા.૩/૫/૨૧ ના રોજ થી ૧૬ બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવશે જે આ વિસ્તારના લોકો માટે એક રાહત આપનાર સમાચાર છે.વધુ માં કોવીડ વોર્ડ અલગ રાખવામાં આવ્યો છે જેથી બાળરોગ,સ્ત્રીરોગ ,જનરલ મેડિશિન તેમજ જનરલ સર્જરીના દર્દીઓ માટેની ઓપીડી નિયમિત રીતે ચાલુ રહેશે.જેથી આ રોગના દર્દીઓને પણ સારવાર મળી રહેશે જે નિર્ણય પણ આવકારદાયક છે મળતી માહિતી મુજબ ૮ બેડ જનરલ વોર્ડ,૪ બેડ સેમી સ્પેશિયલ,૨ બેડ સ્પેશિયલ,તથા ૨ વેન્ટીલેટર સહીત કુલ ૧૬ બેડ ઓક્સીજન સુવીધા સાથે અત્યંત રાહતદરે ચાલુ કરવામાં આવનાર છે.જે માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અશ્વિનભાઈ શાહ તથા તેમની ટીમની જહેમત આ વિસ્તારના લોકોને કોરોનાની સારવાર માટે ઉપયોગી બની રહેશે સાથે સાથે જાહેર જનતાને પણ આવા કપરા સમય માં કોવીડ હોસ્પિટલ માટેના બેડ ક્ષમતા તેમજ ઉપલબ્ધ સુવીધાને ધ્યાનમાં રાખી હોસ્પિટલ મેનેજમેન્ટને પણ જરૂરી સહકાર આપવા હોદ્દેદારો તરફથી અપીલ કરવામાં આવી છે.

સરીબુજરંગ અને કાંઠા વિભાગ જનતા જોગ.

સમગ્ર દેશ જયારે કોવિદ મહામારી સામે જંગ લડી રહ્યો છે, આપણે સૌ અત્યંત કઠીન સમય માંથી પસાર થઇ રહ્યા છે ત્યારે, આપણા વિસ્તાર ને મદદરૂપ થવા માટે એક નાનકડો પ્રયાસ રૂપે લુસવાડા સરીબુજરંગ પ્રા. શાળા માં 12 બેડ નું આઇસોલેસન કોવિદ કેર ની સુવિધા આવતી કાલ તા 29/4/2021 ગુરુવાર ના રોજ થી શરુ કર્યે છે. કોરોના ના પ્રાથમીક લક્ષણો આવ્યા હોઈ અને જો ઘરમાં અલગ થવાની (આઇસોલેટ થવાની) જગ્યા ના હોઈ તો એવી વ્યક્તિ અહીં આવી ક્વોરેન્ટાઇન થઇ શકે છે. આમ કરવાથી પરીવારના અન્ય સભ્યો સંક્રમીત થવાથી બચી જશે,અહીં, રહેવાની, જમવાની, સૅનેટાઇઝ, સવાર સાંજ ડોક્ટર ની વિઝિટ, નર્સ આયા બેન સાથેજ દવાઓ, ઉકાળો વિગેરે જેવી બધીજ સુવિધાઓ મળશે. આવા માનવતા ના કાર્ય માટે,ડોક્ટર તરીકેની સેવા આપણા વિસ્તાર ના અગ્રણી એવા ડો. અનિલભાઈ પટેલ – માસા આપશે,લુસવાડા સબ સેન્ટર ના સ્ટાફ સર્વે શ્રી રાકેશભાઈ, અલ્કાબેન અને ડિમ્પીબેન સેવામાં રહેશે,સૅનેટાઇઝર અને માસ્ક શ્રી રાકેશભાઈ દિનુભાઈ શાહ તરફ થી મળે છે,મચ્છરદાની શ્રી કિરણભાઈ ઠક્કર તરફ થી મળે છે,ચાદર ચારસાઓ ૐ સાંઈ પેટ્રોલ – જયેશભાઈ તરફ થી મળે છે,આ ઉપરાંત વિનોદભાઈ શાહ અને અન્ય દાતાર મિત્રોએ મદદ માટે તૈયારી બતાવેલ છે. આ સાથેજ આપને જણાવું છું કે શૈલેષભાઈ DJ દ્વારા ચલાવતી એમ્બુલેન્સ માં 30 કિલો જમ્બો ઓક્સિજન સિલિન્ડરની પણ આપણે વ્યવસ્થા કરી છે, આવનાર દિવસો માં ઓક્સિજનની જરૂરિયાત ને પોહચી વળવા વધુ પ્રયત્નો ચાલે છે.
સૌનો હૃદયના ભાવથી આભાર 🙏
શ્રી ગણેશ સાર્વજનિક યુવા સમિતી,
લુસવાડા – સરીબુજરંગ

Isolation Center